મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: બોડેલી APMCમાં હાટબજારના નામે ઉઘાડી લૂંટ? ગરીબ મહિલા વેપારીઓ પાસેથી રૂ. 100 સુધીની વસૂલાત સામે રોષ

VIDEO: છોટાઉદેપુરની બોડેલી એપ

સોર્સ: GSTV

VIDEO: છોટાઉદેપુરની બોડેલી એપીએમસીમાં દર રવિવારે ભરાતી હાટબજારમાં ગરીબ અને નાના વેપારીઓ પાસેથી કરાતી રૂપિયાનીઉઘરાણી સામે રોષ જોવા મળ્યો છે. એપીએમસી પાસે શેષ ફી પેટે કરોડોની આવક હોવા છતાં, શાકભાજી અને લસણ વેચતી શ્રમજીવી મહિલાઓ પાસેથી 50થી 100 રૂપિયા સુધીની ફી વસૂલવામાં આવતી હોવાનો આક્ષેપ છે.

એક તરફ સરકાર મહિલા સશક્તિકરણની મોટી વાતો કરે છે, ત્યારે બીજી તરફ રોજગારી માટે મથતી આ મહિલાઓ પર ફીનો બોજ નાખવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લા રજીસ્ટ્રાર, અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ આ મામલે સત્વરે દરમિયાનગીરી કરી હાટબજારમાં વસૂલવામાં આવતી આ અન્યાયી ફી બંધ કરાવે તેવી માંગ કરી છે.

જાહેરાત

સરકારના મહિલા સશક્તિકરણના દાવાઓ સામે સવાલ
એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર મહિલા સશક્તિકરણ અને 'વોકલ ફોર લોકલ' ના નારા સાથે નાના વેપારીઓને પ્રોત્સાહન આપવાની મોટી વાતો કરે છે, ત્યારે બીજી તરફ બોડેલીમાં જોવા મળતા આ દ્રશ્યો સરકારના દાવાઓની પોલ ખોલી રહ્યા છે. ગરીબ મહિલાઓ જેઓ બે ટંકના ભોજન માટે આકરી મહેનત કરે છે, તેમની પાસેથી આ પ્રકારે ફી લેવી તે નૈતિક રીતે પણ અયોગ્ય હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ન્યાયની માંગ અને સત્તાધીશોને રજૂઆત
આ મામલે વેપારીઓ અને પીડિત મહિલાઓએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. તેઓની માંગ છે કે છોટાઉદેપુર જિલ્લા રજીસ્ટ્રાર, જવાબદાર અધિકારીઓ અને સ્થાનિક રાજકીય નેતાઓ આ બાબતે તાત્કાલિક દરમિયાનગીરી કરે. હાટબજારમાં નાના વેપારીઓ પાસેથી વસૂલવામાં આવતી આ અન્યાયી ફી સત્વરે બંધ કરાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત