VIDEO: રાજ્યમાં અલગ અલગ બે માર્ગ અકસ્માતમાં એકનું મોત 10થી વધુ લોકો ઘાયલ
રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જોવા મળ્યો છે. રાજ્યમ
રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જોવા મળ્યો છે. રાજ્યમાં બે અલગ અલગ અકસ્માત સર્જાયો હતો. એક અકસ્માત ગોધરા-દાહોદ હાઈવે પર થયો હતો, તો બીજો ગોંડલના પીપળીયા નજીક સર્જાયો હતો. ગોધરા દાહોદ હાઇવે રોડ પર ભથવાડા ટોલનાકા પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી, તો બીજી તરફ ગોંડલના પીપળીયા નજીક ટ્રક અને આઇસર વચ્ચે ટક્કર થઈ હતી. '
અમદાવાદથી ભોપાલ તરફ જતી ખાનગી બસનો ટ્રક સાથે અકસ્માત
અમદાવાદથી ભોપાલ તરફ જતી ખાનગી બસનો ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 10થી મુસાફરોને ઈજા પહોંચી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈનું મોત નીપજ્યું નથી. તમામ ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. બે મુસાફરોને ગંભીર ઈજા પહોંચતા તેમને વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો: ગુજરાતની નિર્ભયા મોત સામે જંગ હારી, ઝઘડીયા રેપ કેસની 10 વર્ષની બાળકીનું વડોદરા સિવિલ હોસ્પિટલમાં મોત
ગોંડલના પીપળીયા નજીક ટ્રક અને આઈસર વચ્ચે ટક્કર
બીજો અકસ્માત ગોંડલના પીપળીયા નજીક સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું. ટક્કર થતા મગફળી ભરેલા ટ્રકે પલ્ટી મારી હતી. આ દુર્ઘટનામાં ટ્રક ડ્રાઈવરનું ટ્રકની નીચે દબાઈ જવાથી મોત નિપજ્યું હતું, સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. ટ્રક ડ્રાઈવરના મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે પોલીસે ખસેડ્યો હતો.






