મુખ્ય સામગ્રી પર જાઓ

Video: કપડવંજની શાળામાં વિદ્યાર્થીઓ ટ્રકમાં સાયકલો ચઢાવતા હોવાનો વિડિયો વાયરલ, DEO ની નોટિસ

ખેડા જિલ્લાના કપડવંજની સીએન શાળાના વિદ્યાર્થીઓ પાસેથી ટ્રકમાં સાયકલ ચઢાવવામાં આ

ખેડા જિલ્લાના કપડવંજની સીએન શાળાના વિદ્યાર્થીઓ પાસેથી ટ્રકમાં સાયકલ ચઢાવવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. શાળાના બાળકો પાસેથી મજૂરી કરાવાતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તાબડતોબ શાળાને જિલ્લા કચેરીએ લેખિત ખુલાસો કરવા આદેશ આપ્યો છે. 

પ્રાપ્ત માહિતી મુજબ કપડવંજમા ગઈકાલે શાળાના બાળકોના જોખમી મુસાફરીના વિડીયો વાયરલ થયા હતા. કપડવંજ સી એન શાળાના બાળકોના ટ્રકમા સાયકલ ચઢાવવાના અને તોરણા કે સી ભગત વિધાલય દ્વારા બાળકોને ટ્રકમા બેસાડી જોખમી મુસાફરીના વિડીયો પણ વાયરલ થયા હતા. સ્ટેટ હાઇવે ઉપર ભારે વાહનો વચ્ચેથી વિધાર્થીઓ ટ્રકમા મુસાફરી કરતાં જોવા મળ્યા હતા. આ ઘટનાને જિલ્લા શિક્ષણા અધિકારી દ્વારા ખુબજ ગંભીર ગણાવી શાળાના આચાર્ય જ નહિ પરંતુ ટ્રસ્ટીઓને પણ કારણ દર્શક નોટિસ ફટકારી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ તાબડતોબ શાળાને જિલ્લા કચેરીએ લેખિત ખુલાસો કરવા આદેશ આપ્યો છે. 

આ સમાચાર શેર કરો