VIDEO : “હિન્દુ દેવી-દેવતાઓ કરતા ઈશુ જ પરમેશ્વર”, નવસારીમાં ધર્માંતરણ કરાવતા હોવાનો વીડિયો વાયરલ
Navsari conversions Video viral : નવસારીની સેવન્થ ડે શાળાના શિક્ષકો ધર્માંતરણ કરાવી રહ્યાનો એક વિડ

Navsari conversions Video viral : નવસારીની સેવન્થ ડે શાળાના શિક્ષકો ધર્માંતરણ કરાવી રહ્યાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં “હિન્દુ દેવી-દેવતાઓ કરતા ઈશુ જ પરમેશ્વર છે” ની વાત સાથે શપથ લેવડાવતા હોવાનું પણ જણાતા હિન્દુ સંગઠનોમાં રોષ વ્યાપ્યો છે.
બીજી બાજુ સેવન્થ ડે શાળા દ્વારા વીડિયો તેમની શાળાનો નથી અને વીડિયોમાં દેખાતી મહિલા તેમની શાળાની ન હોવાનો ખુલાસો કર્યો છે.
નવસારીના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સેવન્થ ડે અંગ્રેજી માધ્યમની શાળાના શિક્ષક કમલ નાસ્તર અને તેમની પત્ની સરિતા અંદાજે નવ મહિના અગાઉ નાના બાળકો સાથે કેટલાક લોકોને ખ્રિસ્તી ધર્મ અનુસાર પ્રાર્થના કરાવતા એક વીડિયોમાં જણાયા છે જેમાં સરિતા નાસ્તર
“ઈશુ આ..!!
હમારે હિન્દુ ધર્મ મેં જે ભી દૈવી દેવતા હો, જે વાચા વાચી થી, હમ ઉસ વાચા કો ઈસુ કે નામ સે તોડ દેતે હૈ…
ઈસુ હી જીવિત પરમેશ્વર હૈ…
મેરા ખાના, મેરી પ્રીત પ્રભુ યેશુ કો હી…
ઈસુ પરમેશ્વર કો ભજેંગે, અબ તું હિ હમારા પરમેશ્વર હૈ…”
આવું બોલી શપથ લેવડાવતી નજરે પડે છે. આ વીડિયો થોડા દિવસોથી નવસારી વિજલપોર શહેરમાં વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને હિન્દુ સંગઠનોમાં રોષ વ્યાપ્યો છે.
આ વીડિયો શહેરની સેવન્થ ડે સ્કૂલનો હોવાની વાત વહેતી થતા શાળાએ પણ આ મુદ્દે ખુલાસો કર્યો છે. કમલ નાસ્તર શાળાના શિક્ષક છે. પરંતુ તેમની પત્નીને શાળા સાથે કોઈ લેવા દેવા નથી. જ્યારે શાળામાં આ પ્રકારની કોઈ પ્રવૃત્તિઓ થતી નથી એવું કહી આ વિડીયો બહારનો છે એવું કહ્યું છે. આ સાથે જ તેમણે કહ્યું કે શાળાએ શિક્ષક સામે શિક્ષાત્મક પગલાં લઈ લીધા છે અને આજે સાંજ સુધીમાં એની જાણ પણ કરી દેવામાં આવશે.
બીજી તરફ હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સેવન્થ ડે સ્કુલના શિક્ષક કમલ સામે શિક્ષાત્મક પગલાં લેવા સાથે તેની પત્ની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.








