મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગોધરામાં જીવના જોખમે મુસાફરી કરતા લોકોનો વિડિયો વાયરલ

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા ખાનગી વાહનચાલકો ઘેટાબકરાની જેમ મુસાફરોને બેસાડીને મુસાફરી

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા ખાનગી વાહનચાલકો ઘેટાબકરાની જેમ મુસાફરોને બેસાડીને મુસાફરી કરાવી રહ્યા છે.પોલીસ અને આરટીઓ તંત્ર આ બાબતે અજાણ હોય તેવું લાગી રહ્યું છે.

લોકોને દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે

સામાન્ય રીતે રોજીંદા કામકાજ માટે આવતા લોકોને દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે આ રીતે જોખમી મુસાફરી કરાવનારાઓ સામે કેમ પોલીસ તંત્ર ચૂપ છે.? સોશિયલ મિડિયમાં આ વિડિયો વાયરલ થયા છે.

પોલીસ અને આરટીઓના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા

ગોધરામાં પોલીસ અને આરટીઓના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે.ગોધરા શહેર ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ મુસાફરો ભરી ગેરકાયદેસર વાહનોની હેરાફેરી થતી હોવા છતા પોલીસ મુક પ્રેક્ષક બની રહી છે.ખાનગી વાહનચાલકો મુસાફરોને ઘેટાબકરા ની માફક ગાડીઓમાં ભરીને મોતની મૂસાફરી કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો