VIDEO: જીવના જોખમે સવારી કરતા ખેતમજૂરનો વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી, બરોબરનો ભણાવ્યો પાઠ
રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ફરી એકવાર જીવના જોખમે સવારી કરતા ખેતમજૂરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ફરી એકવાર જીવના જોખમે સવારી કરતા ખેતમજૂરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેસીબી મશીનમાં આગળના ભાગએ મહિલા પુરુષ અને નાના નાના બાળકોને બેસાડીને જતો જેસીબી ચાલકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
બિન્દાસ્ત પણે લોકોના જીવને જોખમમાં મુક્યા હોય તેવો વીડિયો વાયરલ
જેસીબી ચાલક બિન્દાસ્ત પણે લોકોના જીવને જોખમમાં મુક્યા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જોખમી સવારીના વીડિયો વાયરલ થતા પોલીસની ઢિલી કામગીરી પર સવાલ ઉઠ્યા છે.
ધોરાજી પોલીસ એકશનમાં આવી
રાજકોટ જિલ્લાના ધોરાજીના સ્ટેશન રોડ વિસ્તારમાં કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોને જેસીબ માં બેસાડીને જોખમી રીતે સવારી કરતો વીડિયો વાયરલ થતા ધોરાજી પોલીસ એકશનમાં આવી હતી. JCB ચાલકને પોલીસે બરોબરનો પાઠ ભણાવ્યો






