VIDEO: નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, કર્યો બાઇક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ
નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુંબઈ અને ગુજરાતમાંથી બાઇક ચોરી કરતી ગેંગનો પર્દાફા

નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુંબઈ અને ગુજરાતમાંથી બાઇક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે. પોલીસે મુંબઈના શાતિર બાઇક ચોર ઇલિયાસ મન્સુરીની ધરપકડ કરી હતી. તેની પાસેથી 9 મોટરસાયકલ અને સ્પેરપાર્ટ્સ સહિત કુલ રૂપિયા 3 લાખ 7 હજારનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ આરોપી બાઇક ચોરી કર્યા બાદ ગેરેજમાં તેના પાર્ટ્સ છૂટા કરી દેતો અને પકડાઈ ન જાય તે માટે એન્જિન-ચેસિસ નંબર પણ ભૂંસી નાખતો હતો. આ ભેજાબાજ ચોરની ધરપકડથી ગુજરાત અને મુંબઈના કુલ 6 વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.




