મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીની વરણી: ભાજપે જાહેર કરી નવી ટીમ

નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે ભાજપ દ્વારા અશોકભાઈ ધોરાજીની પસંદગી કરવામાં

નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે ભાજપ દ્વારા અશોકભાઈ ધોરાજીની પસંદગી કરવામાં આવી છે. ભાજપની સંકલન બેઠકમાં આગામી અઢી વર્ષ માટે નવી ટીમની જાહેરાત કરવામાં આવી, જેમાં ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈ અને કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે મુકેશ અગ્રવાલની વરણી થઈ છે. આ ઉપરાંત, શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત અને દંડક તરીકે રાકેશ પટેલ પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. આમ, નવસારી મહાનગરપાલિકામાં સંગઠન અને અનુભવને પ્રાધાન્ય આપીને ભાજપે પોતાની નવી ટીમ તૈયાર કરી છે.

આ સમાચાર શેર કરો