મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, પ્રવાસીઓ મૌસમની મજા માણતા નજરે પડ્યા

ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. ડાંગમાં વરસાદ વચ્ચે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.સાપુતારામ

ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. ડાંગમાં વરસાદ વચ્ચે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.સાપુતારામાં ગાઢ ધુમ્મસ અને વરસાદી હેલી વચ્ચે પ્રવાસીઓ રેઈનકોટ પહેરી મૌસમની મજા માણતા નજરે પડ્યા હતા. ડાંગમાં નદી, નાળા ધોધ નવા નીરથી છલકાયા છે.  છેલ્લા 24 કલાકમાં આહવામાં 19મીમી, વઘઈમાં 45 મીમી, સુબીરમાં 10મીમી અને સાપુતારામાં 31મીમી વરસાદ પડ્યો હતો.વરસાદના કારણે ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા છે.

આ સમાચાર શેર કરો