મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: Narmada ડેમની સપાટી 135.56 મીટરે: ધરખમ પાણીની આવક, 15 દરવાજા ખોલાયા

નર્મદા ડેમમાં હાલ પાણીની ધરખમ આવકને કારણે સપાટી 135.56 મીટરે પહોંચી છે, જે

નર્મદા ડેમમાં હાલ પાણીની ધરખમ આવકને કારણે સપાટી 135.56 મીટરે પહોંચી છે, જે સંપૂર્ણ ક્ષમતા 138.68 મીટરથી થોડી નીચે છે. હાલ 3,08,000 ક્યુસેક પાણીની આવક અને 3,68,000 ક્યુસેકની જાવક નોંધાઈ છે. પાણીનું સ્તર નિયંત્રિત કરવા ડેમના 15 દરવાજા 2.85 મીટર ખોલવામાં આવ્યા છે.

મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતાં નર્મદા ડેમમાં ભરપૂર આવક થઈ રહી છે. આ સ્થિતિમાં રિવરબેડ અને કેનાલ હેડ પાવરહાઉસ ચાલુ કરાયા છે, જેના થકી કરોડો રૂપિયાનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. ડેમમાંથી પાણી છોડવાથી નર્મદા નદી બે કાંઠે વહે છે, અને ગરૂડેશ્વર નજીકનો વિયર ઓવરફ્લો થયો છે.

આ સમાચાર શેર કરો