VIDEO: જૂનાગઢના શાંતિ આશ્રમના મૌની બાપુ 103 વર્ષની વયે દેવલોક પામ્યા
જૂનાગઢના ભેંસાણ રોડ પર આવેલી ડેરવાણ ચોકડી પાસે શાંતિ આશ્રમના મૌની બાપુ તરીકે ઓળખ
જૂનાગઢના ભેંસાણ રોડ પર આવેલી ડેરવાણ ચોકડી પાસે શાંતિ આશ્રમના મૌની બાપુ તરીકે ઓળખાતા મહંત બજરંગપુરી બાપુનો દેહવિલય થયો છે. તેઓ મોટા ભાગે મૌન ધારણ કરીને રહેતા હોવાથી મૌની બાપુ તરીકે ઓળખાતા હતા. આશ્રમમાં જ 103 વર્ષની જૈફ વયે તેમણે અંતિમશ્વાસ લીધા હતા.
મૌની બાપુ ગિરનારમાં 40 વર્ષ રહ્યા
મૌની બાપુ ગિરનારમાં 40 વર્ષ રહ્યા હતા. તેના બાદ તેઓ જૂનાગઢ ભેંસાણ રોડ પર ડેરવાણ ચોકડી પાસે શાંતિ આશ્રમમાં સ્થાયી થયા હતા. છેલ્લા 30 વર્ષથી તેઓ માત્ર એક લોટા પાણી પરજ દિવસ પસાર કરતા હતા.તેઓ આખા દિવસ દરમિયાન ભગવાનને લગાવેલા ભોગમાંથી ચોથો ભાગ જ પ્રસાદ તરીકે લેતા.
આ પણ વાંચો: VIDEO: 'બોલ બેન ભાઈ છું, બેહિજા મારી ગાડીમાં જો હામે પડી, ભાઈ બેઠો છે તું મોજ કર', ધાનાણીનો વીડિયો વાયરલ
કુટીરમાં રહીને સાધના કરતા
દિવસે પણ જ્યાં અંધારૂ હોય તેવી કુટીરમાં રહીને સાધના કરતા હતા. ગયા અઠવાડિયે તેમની નાદુરસ્ત તબિયતને લઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, બાદમાં સ્વસ્થ થતાં ફરી તેમના આશ્રમ આવી ગયા હતા.






