મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધારાસભ્ય ભાનુબહેન બાબરીયા ગુમ થયા છે, શોધી આપનારને ત્રંબા ગામના લોકો આપશે રોકડ ઈનામ

રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય ભાનુબહેન બાબરીયાની પોતાના મત વિસ્તારમાં ગેરહાજરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય ભાનુબહેન બાબરીયાની પોતાના મત વિસ્તારમાં ગેરહાજરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ભાવનગર હાઈવે પરવા ત્રંબા ગામે સ્થાનિકોએ ભાનુ બહેવ બાબરીયા ગુમ છે અને તેમને શોધી આપનારે રૂપિયા 21 હજારનું ઈનામ જાહેર કર્યુ છે.

ભાુનબહેન ગાયબ છે  તેવા પોસ્ટર ઠેર ઠેર લગાવવામાં આવ્યા

મળતા અહેવાલ પ્રમાણે ભાુન બહેન ગાયબ છે  તેવા પોસ્ટર ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે, તેઓની ગેરહાજરીમાં રોષ ઠાલવવામાં આવ્યો ત્રાંબા ગામે આવેલી પ્રાચીન ધાર્મિક સ્થળ પર શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, પરંતુ તે ધાર્મિક સ્થળના બ્રિજની ખરાબ હાલતને લઈને તેઓ ધારાસભ્યને રજૂઆત કરવામાં આવે છે.

ભાજપના હોદ્દેદારોને ગામમાં પ્રવેશ ન કરવા સૂચનવાળા બેનર્સ

મહિલા ધારાસભ્ય ભાનુબહેન બાબરિયા ચૂંટા બાદ પણ ક્યારેય ન દેખાતાં સ્થાનિકોએ હલ્લા બોલ કર્યો હતો. તો બીજી તરફ ભાજપના હોદ્દેદારોને ગામમાં પ્રવેશ ન કરવા સૂચનવાળા બેનર્સ પણ લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે સ્થાનિકોનો એ વીડિયોમાં રોષ ઠાલવ્યો હતો.

આ સમાચાર શેર કરો