મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: MGVCLની ઘોર બેદરકારી, 10 કલાક વીજળી ગુલ રહેતા રહીશો સરકારી કચેરીમાં સૂઈ ગયા

વડોદરાના ગોત્રી વિસ્તારમાં MGVCLની ઘોર બેદરકારી સામે આ

વડોદરાના ગોત્રી વિસ્તારમાં MGVCLની ઘોર બેદરકારી સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કુંભારવાડા ફળિયામાં ભરઉનાળે લગભગ 10 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાતા લોકો ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ગુસ્સે ભરાયેલા રહીશોએ “અમને ઘરે ઊંઘવા ન દો તો અમે અહીં ઊંઘીશું” કહી MGVCL કચેરીના કમ્પાઉન્ડમાં જ પથારી પાથરી રાત વિતાવી વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાના આક્ષેપ પણ કર્યા છે. કાળઝાળ ગરમીમાં બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી બનતા તંત્ર સામે લોકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો. સમગ્ર મામલે હવે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

આ સમાચાર શેર કરો