મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કરજણના ભરથાણા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન બે જૂથો વચ્ચે હિંસક ધીંગાણું, સામસામે નોંધાઈ ફરિયાદ

કરજણના ભરથાણા ગામે લગ્ન પ્રસંગના મોસાળના વરઘોડા દરમિયાન બે જૂથો વચ્ચે હિંસક ધીંગાણું સર્જાયું હતુ

કરજણના ભરથાણા ગામે લગ્ન પ્રસંગના મોસાળના વરઘોડા દરમિયાન બે જૂથો વચ્ચે હિંસક ધીંગાણું સર્જાયું હતું. વસાવા સમાજની દીકરીના લગ્ન પ્રસંગે નીકળેલા વરઘોડામાં ચિરાગસિંહ અટાલીયા નામના યુવકે પોતાની મોટરસાઈકલ વચ્ચે ઊભી રાખતા વિવાદની શરૂઆત થઈ હતી.

બાઈક ચાલકને અન્ય રસ્તેથી જવાનું કહેતા મામલો બિચકાયો હતો અને  મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતા જ કરજણ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે બંને પક્ષે ૯-૯ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક છે.

આ સમાચાર શેર કરો