VIDEO: વિજાપુર-હિંમતનગર સ્ટેટ હાઈવે પર ગોઝારો અકસ્માત, બે આધેડને હવામાં ફંગોળી કાર ચાલક ફરાર
ગુજરાતના સાબરકાંઠામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, મળતા અહેવાલ પ્રમાણે સાબરકાંઠાના વિજાપુર-હ
ગુજરાતના સાબરકાંઠામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, મળતા અહેવાલ પ્રમાણે સાબરકાંઠાના વિજાપુર-હિંમતનગર સ્ટેટ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. વિજાપુર આરટીઓ રોડ પર પાણપુર પાટિયા પાસે એક અજાણ્યા કાર ચાલકે રાહદારીઓને ટક્કર મારી ફરાર થઈ ગયો. આ ઘટનાના ચોંકાવનારા દૃશ્યો CCTV ફૂટેજમાં કેદ થયા છે. '
ચાલીને જતા રાહદારીઓને કારે ટક્કર મારી
વહેલી સવારે વિજાપુર આરટીઓ રોડ પર પાણપુર પાટિયા નજીક ચાલીને જતા રાહદારીઓને કારે ટક્કર મારી હતી. આ ઘટનામાં બે રાહદારીઓને ગંભીર ઇજાઓ થઈ, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માત સર્જનાર કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો, પરંતુ આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.








