VIDEO/ દેશભરના શિવ મંદિરોમાં મહાશિવરાત્રિની ધામધૂમથી ઉજવણી, ભક્તોનો જામ્યો મેળાવળો
26 ફેબ્રુઆરી, બુધવારે એટલે કે આજે દેશમાં મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં
26 ફેબ્રુઆરી, બુધવારે એટલે કે આજે દેશમાં મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દેશભરના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે બ્રહ્માંડની રચના થઈ હતી અને આ દિવસે દેવી પાર્વતી અને ભગવાન શિવના લગ્ન થયા હતા. આ દુનિયાનો સૌથી મોટો લગ્ન પ્રસંગ છે.
આ તહેવાર મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા. આ પ્રસંગે, શિવ અને પાર્વતીની ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે. વર્ષ દરમિયાન આવતી ૧૨ શિવરાત્રીઓમાં મહાશિવરાત્રીને સૌથી મહત્ત્વ પૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે, આ પવિત્ર તહેવાર સંપૂર્ણ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે.
ગોરખપુર: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે #મહાશિવરાત્રી નિમિત્તે રૂદ્રાભિષેક અને પૂજા-અર્ચના કરી.
દિલ્હી: ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજે મહાશિવરાત્રી2025 નિમિત્તે કનોટ પ્લેસના પ્રાચીન શિવ મંદિરમાં પ્રાર્થના કરી.
ઉજ્જૈન: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું, "બાબા મહાકાલના આશીર્વાદ બધા પર રહે... વિક્રમ મહોત્સવ આજથી શરૂ થઈ રહ્યો છે... બંને તહેવારોના આશીર્વાદ વરસી રહ્યા છે. મારી સરકાર વતી રાજ્યના લોકોને અભિનંદન..."
વારાણસી, ઉત્તર પ્રદેશ : મહાશિવરાત્રી 2025 ના અવસરે કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રાર્થના કરવા આવેલા વિદેશી ભક્તોએ 'શિવ તાંડવ સ્તોત્ર'નો પાઠ કર્યો અને 'હર હર મહાદેવ'નો જાપ કર્યો.
દેવઘર, ઝારખંડ: મહાશિવરાત્રી નિમિત્તે, મોટી સંખ્યામાં ભક્તો શ્રી બાબા વૈદ્યનાથ જ્યોતિર્લિંગ મંદિર પહોંચી રહ્યા છે.
અજમેર, રાજસ્થાન: મહાશિવરાત્રી નિમિત્તે ભક્તોએ ઝારણેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી.
રામેશ્વરમ, તમિલનાડુ: મહાશિવરાત્રી નિમિત્તે શ્રી રામનાથસ્વામી મંદિરમાં ભક્તો પ્રાર્થના કરે છે.
વિજયવાડા, આંધ્રપ્રદેશ: મહાશિવરાત્રી2025 નિમિત્તે ભક્તો શ્રી રામલિંગેશ્વર સ્વામી મંદિરમાં પ્રાર્થના કરવા પહોંચ્યા.
શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર: મહાશિવરાત્રી 2025 નિમિત્તે શંકરાચાર્ય મંદિરમાં ભક્તો પ્રાર્થના કરે છે.
https://twitter.com/AHindinews/status/1894593817325834555સિ
હરિદ્વાર, ઉત્તરાખંડ: મહાશિવરાત્રી2025 નિમિત્તે ભક્તોએ દક્ષેશ્વર મહાદેવ મંદિરમાં પ્રાર્થના કરી.
સિલિગુડી, દાર્જિલિંગ: #મહાશિવરાત્રી2025 ના અવસર પર, ચાંદમણિ શિવ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો પૂજા કરવા માટે ઉમટ્યા હતા.








