VIDEO: મા અંબાનું ધામ ભક્તોથી ઉભરાયુ, ચોથા દિવસે 7.70 લાખ ભક્તોએ કર્યા દર્શન
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં ચોથા દિવસે 7.70 લાખ ભક્તોએ મા અં
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં ચોથા દિવસે 7.70 લાખ ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે. બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમ મહામેળા 2025નો ચોથો દિવસ ભક્તિના રંગે રંગાયો. છેલ્લા 24 કલાકમાં 7,70,224 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા, જ્યારે ત્રણ દિવસમાં કુલ 14,99,674 ભક્તોએ મંદિરમાં દર્શનનો લાભ લીધો.
“બોલ મારી અંબે”ના નાદથી સમગ્ર અંબાજી ગુંજી ઉઠ્યું છે, અને મા અંબાનું ધામ ભક્તોથી ઉભરાઈ રહ્યું છે.મેળા દરમિયાન અત્યાર સુધી 2 લાખથી વધુ ભક્તોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે 11 લાખથી વધુ મોહનથાળ પેકેટ અને 13,000થી વધુ ચીકી પ્રસાદનું વિતરણ કર્યું છે. ભંડાર, ગાદી ભેટ અને ધાર્મિક સાહિત્ય કેન્દ્રોમાંથી 1 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટે ભક્તોની સુવિધા માટે ઉત્તમ વ્યવસ્થા કરી છે.






