મુખ્ય સામગ્રી પર જાઓ

Video: ગોધરામાં નવી બનાવેલી પાણીની ટાંકીમાં લીકેજ, પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારની ખુલી પોલ

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં નગરપાલિકાના કરોડોના ખર્ચે બનેલી 10 લાખ લીટર ક્ષમતાની પાણીની ટાંકીનુ

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં નગરપાલિકાના કરોડોના ખર્ચે બનેલી 10 લાખ લીટર ક્ષમતાની પાણીની ટાંકીનું લીકેજ બહાર આવતાં વિકાસ કામોમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. રહીશોને પીવાના પાણીનો પુરવઠો વધારવા માટે   આ ટાંકી બનાવવામાં અવી હતી. આ ટાંકીના ટેસ્ટિંગ દરમિયાન જ પાણી ભરતાં ચારેય બાજુથી લીકેજ થવા લાગ્યું અને કેટલાક ભાગોમાં સિમેન્ટના પોપડા પણ ખરી પડ્યા.

નગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પર ગુણવત્તા અને ખર્ચમાં ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. રહીશો અને સ્થાનિક સંગઠનો દ્વારા જવાબદાર કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો