VIDEO: દ્વારકાના યાત્રાધામ વિસ્તારમાં આવેલી ગોમતી નદીમાં બે યુવાનો ડૂબ્યાની ઘટના
દ્વારકાના યાત્રાધામ વિસ્તારમાં આવેલી ગોમતી નદીમાં બે યુવાનો ડૂબ
દ્વારકાના યાત્રાધામ વિસ્તારમાં આવેલી ગોમતી નદીમાં બે યુવાનો ડૂબ્યાની ઘટના સામે આવી છે. ડૂબતા યુવકોને જોઈ સ્થાનિક ફોટોગ્રાફરે તાત્કાલિક બહાદુરી દાખવી એક યુવકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો, જ્યારે અન્ય એક યુવક પાણીમાં ગરકાવ થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ લાપતા યુવક રાજકોટનો રહેવાસી અને અંદાજે 21 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે. હાલ સ્થાનિક નગરપાલિકા ફાયર ટીમ અને પોલીસ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરાઈ રહી છે.
ગોમતી સ્નાન વખતે બની દુર્ઘટના
મળતી માહિતી અનુસાર, આજથી પવિત્ર ગણાતા અધિક માસનો વિધિવત પ્રારંભ થયો છે. દેવભૂમિ દ્વારકામાં ગોમતી નદીના સ્નાનનું સવિશેષ ધાર્મિક મહત્ત્વ હોવાથી વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓની ભારે ભીડ ગોમતીઘાટ પર ઉમટી પડી હતી. લોકો હરિનામ સ્મરણ સાથે પવિત્ર ડૂબકી લગાવી રહ્યા હતા, ત્યારે જ રાજકોટથી પરિવાર સાથે દર્શનાર્થે આવેલા બે યુવાન ભાઈઓ સ્નાન કરવા માટે પાણીમાં ઉતર્યા હતા. આ દરમિયાન નદીના પ્રવાહ અને ઊંડાણનો અંદાજ ન આવતા બંને ભાઈઓ અચાનક પગ લપસવાથી ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા અને બચાવવા માટે મદદની બૂમો પાડવા લાગ્યા હતા.




