VIDEO: યાત્રાધામ દ્વારકામાં આજથી પવિત્ર પુરુષોત્તમ માસનો પ્રારંભ
યાત્રાધામ દ્વારકામાં આજથી પવિત્ર પુરુષોત્તમ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. આગામી ૧૫
યાત્રાધામ દ્વારકામાં આજથી પવિત્ર પુરુષોત્તમ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. આગામી ૧૫ જૂન સુધી ચાલનારા આ અધિક જેઠ માસ દરમિયાન જગત મંદિર દ્વારકાધીશ ખાતે વિવિધ ધાર્મિક ઉત્સવોની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા આ તમામ ઉત્સવોના દર્શનનો ખાસ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે...નવા સમયપત્રક મુજબ, ૨૧ મેના રોજ વસંત પંચમીના ઉત્સાહ દર્શન બપોરે ૧:૩૦ થી ૨:૩૦ સુધી થશે. ૨૪ મેના રોજ રામનવમી નિમિત્તે બપોરે ૧૨ વાગ્યે ઉત્સવ આરતી થશે, જ્યારે સવારે ૧૦:૧૫ થી ૧૨ વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. આ જ રીતે વિજયાદશમી, તુલસી વિવાહ અને વામન દ્વાદશીના ઉત્સવ દર્શન પણ ખાસ ક્રમ મુજબ યોજાશે. ૩૧ મેના રોજ દેવ દિવાળી પૂનમે મંગલા આરતી સવારે ૬:૦૦ વાગ્યે થશે. ૮ જૂને જન્માષ્ટમીનો મુખ્ય ઉત્સવ ઉજવાશે, જેમાં રાત્રે ૧૨ વાગ્યે કૃષ્ણ જન્મોત્સવના દર્શન થશે. જ્યારે ૧૫ જૂને અન્નકૂટ દર્શન સાથે ગોવર્ધન પૂજા યોજાશે.


