VIDEO: દેવભૂમિ દ્વારકામાં બંધ હોટલમાંથી ગેરકાયદેસર ડિઝલનો મોટો જથ્થો ઝડપાયો, 3 લાખ 20 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે
દ્વારકાના કલ્યાણપુર તાલુકાન
દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગોજીનેશ પાટીયા પાસે બંધ હોટલમાંથી ગેરકાયદેસર ડિઝલનો મોટો જથ્થો ઝડપાયો છે. દેવભૂમિ દ્વારકા LCBની ટીમે દરોડા પાડી 3000 લીટર ડિઝલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. આરોપી બંધ હોટલમાં ગેરકાયદેસર રીતે ડિઝલ સંગ્રહ કરી વેચાણ કરતો હતો. આરોપીની ઓળખ ગીર સોમનાથ જિલ્લાના જીવા કછોટ તરીકે થઈ છે. તેની પાસેથી ડિઝલ, પંપ, જનરેટર અને મોબાઈલ સહિત કુલ 3 લાખ 20 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી છે.



