મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દ્વારકા મંદિરની આસપાસના માર્ગો પરનું દબાણ દૂર કરાયું, યાત્રિકોના ધસારાની સંભાવનાને લઈ તંત્રએ કાર્યવાહી હાથ ધરી

દ્વારકા જગત મંદિરની આસપાસના માર્ગો પર દબાણને દૂર કરવામાં આવ્યા છે. ઉનાળુ વેકેશન અને પુરુષોત્તમ માસને કારણે યા

દ્વારકા જગત મંદિરની આસપાસના માર્ગો પર દબાણને દૂર કરવામાં આવ્યા છે. ઉનાળુ વેકેશન અને પુરુષોત્તમ માસને કારણે યાત્રિકોના ધસારાની સંભાવના જોતાં સ્થાનિક તંત્રે એક્શન મોડમાં આવીને આ કાર્યવાહી હાથ ધરી છે. એસડીએમ અને મામલતદાર સહિતના અધિકારીઓએ મંદિરને જોડતા માર્ગો પરના દુકાનદારોના દબાણો હટાવ્યા અને ત્યાં મૂકેલો માલ જપ્ત કર્યો. વેકેશનમાં મોટી સંખ્યામાં યાત્રિકો આવવાની અપેક્ષા હોવાથી દ્વારકા તંત્રે આગોતરું પગલું ભર્યું છે. આ કાર્યવાહીથી મંદિર તરફના માર્ગો વધુ વ્યવસ્થિત અને યાત્રિકો માટે સુગમ બનાવવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો