મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દેવભૂમિ દ્વારકાની એસ.ઓ.જી. પોલીસ અને ફૂડ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી

દેવભૂમિ દ્વારકાની એસ.ઓ.જી. પોલીસ અને ફૂડ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી જામ ખંભાળીય

દેવભૂમિ દ્વારકાની એસ.ઓ.જી. પોલીસ અને ફૂડ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી જામ ખંભાળીયામાં આવેલી જલારામ ડેરીમાં ચાલતા ભેળસેળના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં ડેરી સંચાલક કેતનભાઈ દિલીપભાઈ આસાણીને શંકાસ્પદ કેમિકલ, બનાવટી ડેરી પ્રોડક્ટ્સ અને સ્કીમ્ડ મિલ્ક પાઉડર સહિત કુલ 2 લાખ 37 હજાર 545 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. તપાસ દરમિયાન માનવ સ્વાસ્થ્ય માટે જોખમી એવું 54 કિલો અખાદ્ય પનીર સ્થળ પર જ નાશ કરવામાં આવ્યું હતું, જ્યારે 648 કિલો મિલ્ક પાઉડર અને 15 કિલોથી વધુ એસેટીક એસિડનો જથ્થો સીઝ કરાયો છે. હાલ ફૂડ વિભાગે દૂધ, દહીં, પનીર અને શીખંડના નમૂના લઈ લેબમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે અને જવાબદાર સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો