મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દ્રારકામાં મેગા ડીમોલેશનની કવાયત યથાવત, જાણો આ મામલે રાજકોટ રેન્જ IG ઓફિસરે શું કહ્યું

દ્વારકા શહેરમાં છેલ્લા ચાર દિવસથી સતત ચાલી રહેલા મેગા ડીમોલેશનમાં અનેક ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા છે. ચાર દિવસમાં જ

દ્રારકામાં મેગા ડીમોલેશનની કવાયત યથાવત, જાણો આ મામલે રાજકોટ રેન્જ IG ઓફિસરે શું કહ્યું

દ્વારકા શહેરમાં છેલ્લા ચાર દિવસથી સતત ચાલી રહેલા મેગા ડીમોલેશનમાં અનેક ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા છે. ચાર દિવસમાં જ 47.15 કરોડથી વધુની કિંમતના સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે. બેટ દ્રારકાના 4 દિવસ ચાલેલા મેગા ડીમોલેશનમાં 272થી વધુ બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે.

મેગા ડીમોલેશનની આ કવાયતમાં ચાર ધાર્મિક સ્થળોના દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે. ચાર દિવસ ચાલેલા મેગા ડીમોલેશનમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તેમજ ડ્રોનની મદદથી ચાંપતી નજર રાખવામાં આવી હતી. આ સિવાય ચાર દિવસ દરિયાઈ માર્ગે પણ બોટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મેગા ડીમોલેશન નો આજે પાંચમો દિવસ હોઈ તંત્ર દ્વારા છુટા છવાયા ગેર કાયદેસર દબાણ હટાવવામાં આવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.

દ્વારકા મેગા ડીમોલેશનનો મામલે રાજકોટ રેન્જ IG ઓફિસરનું નિવેદન

દ્વારકા મેગા ડીમોલેશનનો મામલે રાજકોટ રેન્જ IG અશોકકુમાર યાદવે નિવેદન આપ્યું છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ દિવસથી મેગા ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે. દેશની સુરક્ષા માટે અને સંવેદનશીલતા માટે આ જરૂરી છે. બંને સ્થળો પર 41 લેન્ડિંગ પોઇન્ટ છે, 35 જેટલા ટાપુઓ આવેલા છે. દુશ્મન દેશથી આપણે નજીક આવેલા હોવાથી ટાપુઓ વધુ સંવેદનશીલ હોય છે. પીરોટન ટાપુ પર 9 જેટલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 23 ટાપુઓ પર 50 કરોડથી વધુની જમીનો ખાલી કરવામાં આવી. પોલીસ અને વહીવટી તંત્ર સાથે મળીને કામ કરી રહ્યું છે. અગાઉ આ વિસ્તારમાં ડ્રગ્સ દાણચોરી, લેન્ડિંગ અને ફેક કરન્સીની હેરફેર થયેલી છે. 

આર્થિક રીતે પણ આ બન્ને જિલ્લાઓ દેશ માટે મહત્વના છે. જેથી ઉદ્યોગોને પણ ધ્યાનમાં રાખીને દબાણો દૂર કરવામાં આવ્યા છે. બે વર્ષથી આ પ્રકારના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે. હજુ પણ જ્યાં ગેરકાયદેસર દબાણો હશે તે દૂર કરવા માટે ઝુંબેશ ચલાવવામાં આવશે. જે દબાણો દૂર કરવામાં આવ્યા છે તેમ ભવિષ્યમાં પણ ફરી દબાણો દૂર ન થાય તેની તકેદારી લેવામાં આવશે. દેશ વિરોધી કોઈ ગતિવિધિઓ થતી હોય તો લોકોને અપીલ છે કે પોલીસનો સંપર્ક કરે.

આ સમાચાર શેર કરો