VIDEO: દેવભૂમિ દ્વારકાના યાત્રાધામ હર્ષદ દરિયાકિનારેથી ફરી એકવાર મોટા પ્રમાણમાં નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ હર્ષદ દરિયાકિનારેથી ફરી એકવાર મોટા પ્રમાણમાં
દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ હર્ષદ દરિયાકિનારેથી ફરી એકવાર મોટા પ્રમાણમાં નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાયો છે. જામ કલ્યાણપુર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન સિકોતર માતાજીના મંદિર પાછળ ફિલ્ટર પ્લાન્ટ પાસેથી 4.458 કિલોગ્રામ બિનવારસુ ચરસ મળી આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત અંદાજે રૂ. 2.27 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે.મહત્વનું છે કે, અગાઉ પણ હર્ષદ, નાવદ્રા, કુરંગા અને બેટ દ્વારકા જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાંથી બિનવારસુ હાલતમાં ચરસના પેકેટો મળી આવ્યા હતા.

