મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દેવભૂમિ દ્વારકાનો શિવરાજપુર બીચ ઉનાળામાં સહેલાણીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન

ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા હાલ પ્રવાસીઓ દરિયાકિનારા તરફ વળી

તસવીર: gstv

ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા હાલ પ્રવાસીઓ દરિયાકિનારા તરફ વળી રહ્યા છે, જેમાં દેવભૂમિ દ્વારકાનો વિશ્વપ્રસિદ્ધ શિવરાજપુર બીચ પ્રથમ પસંદગી બન્યો છે. ગુજરાતનો પ્રથમ 'બ્લુ ફ્લેગ' સર્ટિફાઈડ આ બીચ અત્યારે હજારો સહેલાણીઓથી ઉભરાઈ રહ્યો છે. સફેદ રેતી અને વાદળી સમુદ્રના કુદરતી સૌંદર્ય વચ્ચે પ્રવાસીઓ દરિયાની મોજની સાથે જેટ સ્કી અને બોટિંગ જેવી વોટર સ્પોર્ટ્સનો આનંદ માણી રહ્યા છે. પ્રવાસીઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા બીચને સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યો છે, તેમજ લાઈફ ગાર્ડ અને સિક્યુરિટી ગાર્ડનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત છે. ખાસ કરીને સાંજનો સૂર્યાસ્ત અને અહીંનું લાઈટ હાઉસ પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જમાવી રહ્યું છે. પ્રવાસન વધવાને કારણે સ્થાનિક રોજગારીમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. એક તરફ અસહ્ય તાપ છે, તો બીજી તરફ શિવરાજપુર બીચની ઠંડી લહેરો પ્રવાસીઓને અદભૂત માનસિક શાંતિ અને ઠંડક આપી રહી છે.

આ સમાચાર શેર કરો