મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Devbhoomi Dwarka / વાડિનાર પોર્ટ ખાતે ₹1570 કરોડના ખર્ચે બનનારા વિશ્વસ્તરીય શિપ રિપેર પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડિનાર પોર્ટ ખાતે 1570 કરોડના

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડિનાર પોર્ટ ખાતે 1570 કરોડના ખર્ચે નિર્માણ પામનારા વિશ્વસ્તરીય શિપ રિપેર પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. સાંસદ પૂનમબેન માડમના સતત પ્રયાસોથી સાકાર થનારો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત અદ્યતન જેટી અને ફ્લોટિંગ ડ્રાય ડોક સહિતનું અત્યાધુનિક મરીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે, જેનાથી ભારતમાં મોટા જહાજોના રિપેરિંગની ક્ષમતામાં મોટો વધારો થશે. આ સુવિધા કાર્યરત થવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની સ્પર્ધાત્મકતા મજબૂત બનશે અને સ્થાનિક સ્તરે રોજગારીની અનેક નવી તકો ઊભી થશે, જે સમગ્ર મરીન સેક્ટર માટે ગેમ-ચેન્જર સાબિત થશે.

આ સમાચાર શેર કરો