VIDEO: સુરેન્દ્રનગરના સાયલામાંથી ગેરકાયદેસર ખનન ખાણ ઝડપાઈ, SOG પોલીસે દરોડા પાડી 3 કરોડનો મુદ્દામાલ ઝડપ્યો
રાજ્યના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના જૂના

રાજ્યના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના જૂના જસાપર ગામે ગેરકાયદેસર ખનન માફિયાઓ પર એસ.ઓ.જી. પોલીસની ટીમે લાલઆંખ કરી મસમોટી ખાણ ઝડપી પાડી છે.
કુલ ૩ કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો
સ્થાનિક વહીવટી તંત્ર અને ખાણ ખનીજ વિભાગને અંધારામાં રાખીને લાંબા સમયથી ચાલી રહેલા આ કાળા કારોબાર પર પોલીસે અચાનક દરોડો પાડીને બે મશીન અને પાંચ ડમ્પર સહિત કુલ ૩ કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો છે. પ્રાથમિક તપાસમાં લાંબા સમયથી અહીં ગેરકાયદે ખનન થતું હોવાનું ખૂલ્યું છે.
મળતા અહેવાલ પ્રમાણે ખાણ ખનીજ વિભાગ દ્વારા હાલ ખાણની માપણી અને ક્વોરી પરના સ્ટોકની ગણતરી હાથ ધરવામાં આવી છે. પોલીસની આ આકસ્મિક કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને તંત્રની મિલીભગત સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે.






