સુરેન્દ્રનગરના સાયલામાંથી ગેરકાયદેસર કાર્બોસેલના ત્રણ કુવા ઝડપાયા, 6 મજુરોનું રેસ્ક્યું કરાયું
ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ઈશ્વરીયા ગ

ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર કાર્બોસેલનું ખોદકામ ચાલતું હોવાની બાતમી મળતાં લીબડી ડેપ્યુટી કલેક્ટરની આગેવાનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા..
આ કામગીરીમાં ત્રણ કુવા ઝડપી પાડવામાં આવ્યા
આ કામગીરીમાં ત્રણ કુવા ઝડપી પાડવામાં આવ્યા અને તેમાં કામ કરતા છ મજૂરોનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું.દરોડા દરમિયાન એક બાઇક, ચરખી, જનરેટર અને બકેટ જેવાં સાધનો પણ જપ્ત કરાયા હતા.ઘણા મહિનાઓ બાદ ડેપ્યુટી કલેક્ટર હરકતમાં આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ઝડપાયેલા કુવાને તાત્કાલિક ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.




