VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હોટલો તોડી પડાઈ, જાણો શું છે સમગ્ર મામલો
સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી જમીન પરના દબાણો હટાવવાનો સિલસિલો યથા
સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી જમીન પરના દબાણો હટાવવાનો સિલસિલો યથાવત છે. લીંબડી-અમદાવાદ નેશનલ હાઈવે પર સરકારી જમીન પચાવી પાડીને ઊભી કરી દેવાયેલી બે ગેરકાયદેસર હોટલો પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ચુસ્ત બંદોબસ્ત હેઠળ હોટલ તોડી પડાઈ
પાણશીણા પોલીસની ટીમે કટારીયા ચેકપોસ્ટ અને જનશાળી પાસે સપાટો બોલાવી બુલડોઝરની મદદથી ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યા હતા. પોલીસ વિભાગની ટીમોએ સ્થળ પર પહોંચી સરકારી જમીનને દબાણમુક્ત કરાવી હતી.







