VIDEO: રાજ્યમાં ભારે વરસાદથી ઓઝત નદીના પાણીમાં મકાનો તણાયા, માંગરોળવા સરસાલી ગામનો બ્રિજ બેસી ગયો
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 21 ઓગસ્ટ 20
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 21 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 78.99 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81 ટકા, સૌરાષ્ટ્રમાં 76.36 ટકા, ઉત્તર ગુજરાતમાં 74.67 ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં 71.97 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા ઘેડ ગામે ઓઝત નદીનો પાળો તૂટવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. આ ઘટનાને કારણે નદીના કિનારે આવેલા ખેડૂત પરબતભાઈ કેસુરભાઈ ભુવા ઉર્ફે કરંગિયાનું કાચું મકાન પાણીમાં તણાઈ ગયું. આ મકાનમાં રહેલા ખેત ઓજારો, ઘાસચારો, ઘરવખરી અને સંગ્રહ કરેલું અનાજ પણ પાણીમાં વહી ગયું. પરબતભાઈ પોતે પાકા મકાનમાં રહેતા હોવાથી સુરક્ષિત છે, અને તેમના કાચા મકાનમાં બાંધેલા પશુઓને પણ સમયસર બચાવી લેવાયા હતા.
જુનાગઢના માંગરોળ તાલુકાના સરસાલી ગામે મુખ્ય માર્ગ પરનો બ્રિજ બેસી જતાં સ્થાનિક લોકો અને વાહનચાલકો સામે મોટું જોખમ ઊભું થયું છે. આ ઘટનાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે, અને ખાસ કરીને વિદ્યાર્થીઓ સહિત ગામના રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ઓઝત નદીના ધસમસતા પાણીના પ્રવાહે બ્રિજની નીચેની જમીન ધોવાઈ ગઈ હોવાનું પ્રાથમિક તારણ છે, જેના લીધે બ્રિજ બેસી ગયો.






