મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ, મગફળી-કપાસના પાકને નુકસાન

ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસથી મેઘરાજાની બેટિંગ શરૂ છે. એવામાં શનિવારે (21 જૂન) રાજ

ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસથી મેઘરાજાની બેટિંગ શરૂ છે. એવામાં શનિવારે (21 જૂન) રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાંન વિભાગના આંકડા અનુસાર, શનિવારે 24 કલાકની અંદર સાબરકાંઠામાં સાડા બાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે જિલ્લામાં વિવિધ જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સાબરકાંઠા, સુરત, બનાસકાંઠા, વલસાડ, અમરેલી, મોરબી, વીરપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

સુરતમાં વરસાદી માહોલ જામ્યો

સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. હરિદર્શન સોસાયટી ડભોલી ખાતે વરસાદી પાણી ભરાયા છે.. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાતા લોકોને અવર-જવરમાં ભારે હાલાકી પડી રહી છે.

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ

અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં મોડી રાતથી ઝરમરથી માંડી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. લાઠીના રામપર, તાજપર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વરસાદ વાવણી બાદ આવ્યો હોવાથી ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે.

મોરબીના હળવદ અને તેની આસપાસના ક્ષેત્રોમાં ધોધમાર વરસાદ 

મોરબીના હળવદ અને તેની આસપાસના ક્ષેત્રોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.ખેડૂતોમાં વરસાદને લઈ ખુશીની લહેર ફેલાઈ હતી. હવામાન વિભાગે આ ક્ષેત્રમાં  આગામી દિવસોમાં સારા  વરસાદની આગાહી કરી છે. સાર્વત્રિક વરસાદની સંભાવનાને ધ્યાને રાખી વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વરસાદથી કૃષિ ક્ષેત્રને ફાયદો થવાની આશા છે, જે ખેડૂતો માટે શુભ સંકેત છે.

રાજકોટમાં ધોધમાર વરસાદ

રાજકોટના મવડી વિસ્તાર, રૈયા ગામ, રામનાથ પર વિસ્તારમાં પાણી ભરાયા

યાત્રાધામ વીરપુરમાં વહેલી સવારથી ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. વીરપુર સહિત થોરાળા, કાગવડ, જેપુર, હરિપુર અને મેવાસા જેવા ગામોમાં વરસતો આ વરસાદ ખેડૂતો માટે વાવણીલાયક સાબિત થયો છે. જેમણે આગોતરા વાવેતર કર્યું છે, તેમના માટે આ વરસાદ કાચા સોના સમાન છે. ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે કે આ વર્ષે સારો વરસાદ થાય અને પાકનું ઉત્પાદન વધે. 

સાબરકાંઠાના ખેડબ્રહ્મા, વડાલીમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં પડેલા 15 ઈંચ વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે.લક્ષ્મીપુરા સહિતના ગામમાં ખેતરોમાં પાણી ફરી વળ્યું, જ્યારે ઉપરવાસમાં H[SNE વરસાદથી હરણાવ નદીના જળસ્તરમાં વધારો નોંધાયો હતો.

મગફળી, કપાસના પાકને ભયનાક નુકસાન

મગફળી અને કપાસના પાક પાણીમાં ગરકાવ થયા હતો..ભારે વરસાદના કારણે પશુઓનો ઘાસચારો પણ બરબાદ થઈ ગયો.... મોસમના પહેલા વરસાદે જ ખેડૂતોને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે, જેનાથી ખેડબ્રહ્માના ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

બનાસકાંઠાના દાંતા તાલુકામાં સાંબેલાધાર વરસાદ

બનાસકાંઠાના દાંતા તાલુકામાં 9 ઈંચ ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે.ભારે વરસાદના કારણે અનેક ગામડામાં આવેલા ખેતરોમાં વરસાદી પાણી ઘુસ્યા હતા, જેના કારણે લાઈટના થાંભ।લા તૂટી પડ્યા હતા. દાંતા નજીકના જાહેર હાઈવે પર પણ પાણી ભરાયું હતું, જેનાથી વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.હોટેલ અને શોપિંગ સેન્ટરોની બહાર પણ ઘૂંટણસમા પાણી ભરાયા હતા.ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. 

આ સમાચાર શેર કરો