મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: બોડેલીમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ 

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યના 25થી વધુ જિલ્લામાં યલો-ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

બોડેલીમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ 

બોડેલીમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વર્ધમાન નગર, દિવાન ફળિયા અને ઢીકલીયા જેવા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયું છે, જેના કારણે રહેવાસીઓને બહાર નીકળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારોમાં થોડો પણ વરસાદ પડે તો રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે, જેનાથી રહેવાસીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાય છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત