VIDEO: સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ, પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત
દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે 4
દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે 4 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ઍલર્ટ જાહેર કર્યુ છે. નવરાત્રિમાં વરસાદ થતાં ખેલૈયા અને આયોજકો મુંજાયા છે. તો બીજી તરફ દ્વારકા, ધોરાજી, અમરેલી જિલ્લામાં, જુનાગઢ, માંગરોળ પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે.
30 સપ્ટેમ્બરની આગાહી
ઑરેન્જ ઍલર્ટ: દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ.
યલો ઍલર્ટ: કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ.
1 ઓક્ટોબરની આગાહી
યલો ઍલર્ટ: કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ.
આગામી 2 ઓક્ટોબરથી 4 ઓક્ટોબર દરમિયાન રાજ્યના તમામ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
દ્વારકા જિલ્લામાં મેઘ મહેર
દ્વારકા જિલ્લાનાં મોટાભાગના વિસ્તારોમાં મોડી રાત્રે મેઘરાજાનું આગમન થયું હતું. ખાસ કરીને ખંભાળિયા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થતા લોકોમાં ઉદાસિનતા જોવા મળી હતી. ખંભાળિયા શહેર સહિત આસપાસના ગામડાં જેમ કે કરમડી, ભાણવડ, વાંકેડા અને બીલખામાં પણ વરાળ ઊંડો વરસાદ નોંધાયો હતો.. વરસાદ સાથે આવેલા પવનના ગાળાએ ખેડૂતોમાં ચિંતા પેદા કરી છે. મગફળી, કપાસ અને અન્ય કેળવણી પાક હાલમાં ખેતરોમાં તૈયાર તબક્કે છે, ત્યારે આવા સમયે વરસાદ પડતાં પાકને નુકસાન થવાની ગંભીર ભીતી વ્યક્ત થઈ રહી છે.
ધોરાજીમાં વરસાદથી નવરાત્રિ રદ્દ
ધોરાજી શહેરમાં નવરાત્રીના રંગમાં અચાનક મેઘરાજાએ ભંગ પાડી દીધો છે. નવરાત્રીના પ્રારંભ સમયે રાત્રે ઠીક 10 વાગ્યે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.ધોરાજીના તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ મોસમ પલટી ગયું. અચાનક પડેલા વરસાદ અને વીજળીના ગાજવીજથી ગરબા મેદાનો ખાલી થઈ ગયા હતા. ઘણી ગરબા મંડળોએ માત્ર માતાજીની આરતી કરી કાર્યક્રમ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો.
અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી જિલ્લામાં સવારથી જલ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લાના બગસરા,બાબરા,રાજુલા ,વડીયા સહિતના પંથકમાં વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે બગસરાના સનાતન ગ્રુપ દ્વારા નવરાત્રીના મંડપો ધારાશાહી થયા હતા. મેઘાણી મંડળના નવરાત્રી ગ્રાઉન્ડમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. વરસાદને પગલે અનેક વિસ્તારોના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.઼
માંગરોળ અને આસપાસના ગામોમાં ભારે વરસાદ
માંગરોળ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. આ ભારે વરસાદના કારણે શહેર અને આસપાસના ગામોમાં ચારે તરફ પાણી ભરાઈ ગયું છે. વરસાદે નવરાત્રીની ઉજવણી પર પણ વિઘ્ન નાખ્યું છે, જેના ચલિત અનેક ગરબા અને સામુદાયિક કાર્યક્રમો બંધ કરવા પડ્યા છે.જો કે, આ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂત વર્ગમાં ખુશીની લહેર છે..લાંબા વિરામ બાદ થયેલા આ વરસાદે ખેતરોમાં પાણી ભરાવી દીધું છે, જેથી ખેડૂતોના ચહેરા પર રાહત દેખાઈ રહી છે.













