Video: અંબાજી શક્તિપીઠમાં ભાદરવી મહાકુંભ દરમિયાન ભવ્ય ડ્રોન શોનું કરાયું આયોજન
બનાસકાંઠા જિલ્લાના પવિત્ર શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ભાદરવી પૂનમ મહામેળા 2025ન
બનાસકાંઠા જિલ્લાના પવિત્ર શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ભાદરવી પૂનમ મહામેળા 2025ના ચોથા દિવસે રાત્રે ચાચર ચોકમાં ભવ્ય ડ્રોન શો યોજાયો. આ ઐતિહાસિક ઘટનામાં 400 ડ્રોનનો ઉપયોગ કરીને ભાદરવી મેળાની થીમ અને માતાજીના દિવ્ય સ્વરૂપને રજૂ કરતો અલૌકિક શો રજૂ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં ભક્તો ચાચર ચોકમાં એકઠા થયા અને આ અનોખા દૃશ્યનો આનંદ માણ્યો.
ડ્રોન શોમાં માતાજીનું મંદિર, ઘંટ, ત્રિશૂળ અને અન્ય ધાર્મિક પ્રતીકોની સુંદર રચનાઓ આકાશમાં ઉભી કરવામાં આવી. અંબાજી મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં ડ્રોન દ્વારા રજૂ કરાયેલ આ શો ભક્તો માટે અદ્ભુત અનુભવ બન્યો. બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર શ્રી મિહિર પટેલના નેતૃત્વમાં આયોજિત આ કાર્યક્રમે શક્તિપીઠની ભવ્યતાને નવી ઊંચાઈઓ આપી.આ ડ્રોન શો એ ભક્તિ અને ટેક્નોલોજીનો અનોખો સમન્વય બની રહ્યો.








