VIDEO: નસવાડી ટાઉનના સ્ટેશનની સરકારી પ્રાથમિક શાળા જર્જરિત સ્થિતિમાં
નસવાડી ટાઉનના સ્ટેશન વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા જર્જરીત હાલતમાં
નસવાડી ટાઉનના સ્ટેશન વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા જર્જરીત હાલતમાં છે. આ શાળાની રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર બે છે, અને તેમાંથી પણ રોજ બાળકો આવતા નથી. પણ આશ્ચર્યની વાત એ છે કે, સરકારી નિયમો પ્રમાણે 10 વિદ્યાર્થીઓ હોય તો એક શિક્ષક મૂકી શકાય, તો અહીં બે શિક્ષકો તૈનાત છે.
સરકારના નાણાંનો વ્યય માત્ર બે વિદ્યાર્થીઓ માટે બે શિક્ષકો પર થઈ રહ્યો છે
આનો અર્થ એ કે, જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા સરકારના નાણાંનો વ્યય માત્ર બે વિદ્યાર્થીઓ માટે બે શિક્ષકો પર થઈ રહ્યો છે. શાળા આશેય ફળિયા વિસ્તારમાં આવેલી છે, જ્યાં 400થી વધુ ઘરો છે અને આદિવાસી વસ્તી વધુ પડતી છે, તો પણ બાળકો અહીં આવતા નથી. કારણ કે જર્જરિત અને અસુરક્ષિત બિલ્ડિંગને કારણે માતા-પિતા તેમના બાળકોને અહીં મોકલવાનું ટાળે છે.
જાહેરાત







