VIDEO: સુરતની શિવ રેસીડેન્સીમાં પાણીના ખોદકામ દરમિયાન ગેસ લાઈન લીકેજ, 4 ટાવર કરાયા ખાલી
સુરત શહેરની શિવ રેસીડેન્સીમાં પાણીના ખોદકામ દરમિયાન ગેસ લાઈન લીકેજ થતા ભારે અફરાતફર
સુરત શહેરની શિવ રેસીડેન્સીમાં પાણીના ખોદકામ દરમિયાન ગેસ લાઈન લીકેજ થતા ભારે અફરાતફરી મચી. રાજલક્ષ્મીના બિલ્ડર દ્વારા કોઈપણ આગોતરી જાણ વગર કરવામાં આવેલી કામગીરીના પાપે આજે સેંકડો રહીશોને રડવાનો વારો આવ્યો છે.
E, F, G અને A ટાવર ખાલી કરાવ્યા
ગેસ લીકેજને પગલે સુરક્ષાના કારણોસર તંત્રએ તાત્કાલિક અસરથી E, F, G અને A ટાવર ખાલી કરાવ્યા છે.આ દુર્ઘટનાને કારણે 400થી વધુ રહીશો પોતાના જ ઘર હોવા છતાં રોડ પર આવવા મજબૂર બન્યા છે.
બિલ્ડિંગના ગેટ પર બેરિકેટ લગાવી દેવામાં આવ્યા
તંત્ર દ્વારા બિલ્ડિંગના ગેટ પર બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તૈનાત છે. રહીશોમાં બિલ્ડર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે એક નાનકડી ભૂલે અનેક પરિવારોના જીવ જોખમમાં મૂક્યા છે.




