મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના અલથાણમાં શિવ રેસિડેન્સીની પાર્કિંગની દિવાલ ધરાશાયી, સદનસીબે જાનહાની ટળી

રાજ્યના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સુરતના અલથાણમાં શિવ રેસિડેન્સીના પાર્કિંગ

રાજ્યના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સુરતના અલથાણમાં શિવ રેસિડેન્સીના પાર્કિંગની દિવાલ ધરાશાયી થઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે રાજ લક્ષ્મી ગ્રુપના નિર્માણાધીન પ્રોજેક્ટના ખોદકામમાં સોસાયટીની દિવાલ ધરાશાઈ હતી.  

દીવાલ અને શેડ ધરાશાયી થતાં પાર્ક કરેલી કારોને નુકસાન

આ દુર્ઘટનામાં સદનસીબે જાનહાની ટળી હતી. મધરાતે આ દુર્ઘટના બનતા લોકોમાં ભય ફેલાયો હતો. દીવાલ અને શેડ ધરાશાયી થતાં પાર્ક કરેલી અંદાજે 10થી 15 કારોને ભારે નુકસાન પહોંચ્યું છે. સમગ્ર મામલાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયરની ટીમ દુર્ઘટના સ્થળ પર પહોંચી હતી.  

આ સમાચાર શેર કરો