VIDEO: ભરૂચમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ AAP અને AIMIMને BJPની- બી ટીમ ગણાવી
ભરૂચ નગર સેવા સદનની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસની પ્રચાર સભામાં
ભરૂચ નગર સેવા સદનની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસની પ્રચાર સભામાં પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, સત્તાધારી પક્ષ હારના ડરથી સરકારી તંત્રનો દુરુપયોગ કરી રહ્યો છે. તેમણે AAP અને AIMIM ને ભાજપની 'બી-ટીમ' ગણાવતા આક્ષેપ કર્યો કે, આ પક્ષો માત્ર મતોનું વિભાજન કરીને ભાજપને ફાયદો પહોંચાડવાનું કામ કરે છે.
અગ્રણીઓએ મતદારોને કોંગ્રેસ તરફી મતદાન કરવા હાકલ કરી
સભામાં સલીમ અમદાવાદી અને ઝુબેર પટેલ સહિતના અગ્રણીઓએ મતદારોને કોંગ્રેસ તરફી મતદાન કરવા હાકલ કરી હતી. ભરૂચમાં ત્રિપાંખિયા જંગ વચ્ચે કોંગ્રેસે પોતાની રણનીતિ તેજ બનાવી છે, જેનાથી આગામી ચૂંટણી રસપ્રદ બનશે.








