Video: ડાંગના સાપુતારામાં ધુમ્મસ અને ઝરમર વરસાદથી નયનરમ્ય દૃશ્યો, પ્રવાસીઓ થયા મંત્રમુગ્ધ
ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન ડાંગનું સાપુતારા હાલ પ્રકૃતિની સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. સતત
ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન ડાંગનું સાપુતારા હાલ પ્રકૃતિની સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. સતત ઝરમર વરસાદ અને ધુમ્મસની ચાદરથી ઢંકાયેલા ગિરિમથક સાપુતારાના તળેટી વિસ્તારમાં નયનરમ્ય દૃશ્યો સર્જાયા છે. લીલીછમ વનરાઈ અને ગિરિકંદ્રાઓ પર છવાયેલું ધુમ્મસ એવું દ્રશ્ય રચે છે કે જાણે બરફના ડુંગરો ઉભા થયા હોય. આ પ્રાકૃતિક સૌંદર્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ધુમ્મસિયા માહોલ અને ઝરમર વરસાદે પ્રકૃતિને વધુ મનોહર બનાવી છે, જેના કારણે પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળે છે.








