VIDEO: સુઈગામ, ભાભર, વાવ અને થરાદ વિસ્તારોમાં બચાવકામગીરી પૂર જોશમાં
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ વિસ્તારોમાં પૂરગ્રસ્ત વિ
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ વિસ્તારોમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં હાલ પૂરજોશમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. જિલ્લા કલેક્ટર ટ્રેક્ટર અને બોટના સહારે લોકોને મળવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા. સુઈગામના 12 ગામો સાથે સંપર્ક સાધી જરૂરી વ્યવસ્થાઓ તંત્ર દ્વારા ઉભી કરાઈ છે. કલેક્ટરે CHC ખાતે મહિલાઓ અને બાળકો સાથે મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી. તેમજ, નડાબેટ ઝીરો પોઇન્ટના માર્ગ પર તૂટેલા નાળાનું નિરીક્ષણ કરીને યોગ્ય સૂચનાઓ આપી. અસરગ્રસ્ત ગામોમાં ફૂડ પેકેટ અને પીવાના પાણીના પાઉચનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.








