Video: ગોરવા મધુનગર નજીક 'તાજ ગાર્ડન રેસ્ટોરન્ટ'માં ભીષણ આગ, આખું રેસ્ટોરન્ટ બળીને ખાખ
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર નજીક મોડી રાત્
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર નજીક મોડી રાત્રે આગ લાગવાની એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં આવેલી 'તાજ ગાર્ડન રેસ્ટોરન્ટ'માં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
રેસ્ટોરન્ટ બળીને ખાખ
આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખું રેસ્ટોરન્ટ બળીને ખાખ થઈ ગયું હતું. આગની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેમની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટના મોડી રાત્રે બની હોવાથી અને હોટેલમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાનિના સમાચાર નથી.
જોકે, આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તે એક રહસ્ય બની રહ્યું છે. પોલીસે અને ફાયર વિભાગે આગ લાગવાના કારણની તપાસ શરૂ કરી છે.












