મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ બહેરામપુરામાં ખરીદી કરવા નીકળેલી મહિલા પર જીવલેણ હુમલો, યુવકે ચાકુના ઘા ઝીંક્યા

અમદાવાદ: શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલ રાજા રહીમના ટેકરા પાસે લોહીલુહાણ કર

અમદાવાદ: શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલ રાજા રહીમના ટેકરા પાસે લોહીલુહાણ કરી દેતી એક ઘટના બની છે. એક મહિલા જ્યારે બેકરીમાં ખરીદી કરવા ગઈ હતી, ત્યારે એક યુવકે અચાનક આવીને તેના પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.

વાતચીત કરી અને અચાનક હુમલો કર્યો

ઘટનાની વિગતો મુજબ, ભોગ બનનાર મહિલા 'રાજા બેકરી'માં ખરીદી કરવા માટે આવી હતી. આ દરમિયાન એક યુવક ત્યાં આવ્યો અને મહિલા સાથે વાતચીત કરવા લાગ્યો હતો. વાતચીત દરમિયાન જ ઉશ્કેરાયેલા યુવકે અચાનક પોતાની પાસે રહેલું તીક્ષ્ણ ચાકુ કાઢી મહિલા પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરે મહિલાના હાથના ભાગે ચાકુના ઘા ઝીંકતા મહિલા લોહીલુહાણ થઈ ગઈ હતી.

મહિલાએ બુમાબૂમ કરતા હુમલાખોર ફરાર

જાહેરમાં થયેલા આ હુમલાથી ગભરાયેલી મહિલાએ જોરજોરથી બુમાબૂમ કરવાનું શરૂ કર્યું હતું. આસપાસના લોકો એકઠા થાય તે પહેલા જ હુમલાખોર યુવક ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી છે.

CCTV ફૂટેજ વાયરલ

આ સમગ્ર હુમલાની ઘટના બેકરી પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ ફૂટેજમાં હુમલાખોરની વિકૃતિ સ્પષ્ટ જોઈ શકાય છે. પોલીસ દ્વારા આ ફૂટેજના આધારે હુમલાખોરની ઓળખ કરી તેને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો