Ahmedabad news: મોબાઈલ ગેમ રમવા જેવી સામાન્ય બાબતે બે શખ્સોએ યુવાનની કરી હત્યા
રાજ્યના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે&nb

રાજ્યના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર અને ક્રાઈમ બ્રાન્ચથી 150 મીટર દૂર અશોક ઓડ નામના યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે.
મોબાઈલ ગેમ રમવા બાબતે યુવાનની હત્યા
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, બે દિવસ અગાઉ મોબાઈલ ગેમ રમવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આરોપી મીત ઉર્ફે રાઠોડ અને શાહિદ અમઝદખાન પઠાણે અદાવત રાખી અશોક પર જીવલેણ હુમલો કર્યો હતો. ગાયકવાડ હવેલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા બંને આરોપીઓની ધરપકડ કરી છે.




