VIDEO: સુરેન્દ્રનગરના કળમાદ ગામના ખેડૂતો પાવરગ્રીડ વીજ કંપનીની કામગીરી સામે લડી લેવાના મૂડમાં
ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ

ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના કળમાદ ગામે પાવરગ્રીડ વીજ કંપનીની કામગીરી સામે ધરતીપુત્રો હવે લડી લેવાના મૂડમાં છે. જમીન સંપાદન મામલે પૂરતું વળતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વીજ કંપની દ્વારા માત્ર 382 રૂપિયા પ્રતિ ચોરસ મીટર જેવું નજીવું વળતર ચૂકવવામાં આવી રહ્યું છે.
પોલીસ પ્રોટેક્શનના જોરે કામગીરી શરૂ કરી દીધી
ખેડૂતોનો આરોપ છે કે કંપની કોરિડોરના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે અને પોલીસ પ્રોટેક્શનના જોરે કામગીરી શરૂ કરી દીધી છે. આ અન્યાયના વિરોધમાં કળમાદ ગામે ખેડૂતો એક વિશાળ સંમેલન યોજવા જઈ રહ્યા છે. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે જમીનનું યોગ્ય બજાર કિંમત મુજબ વળતર મળે અને કોરિડોરના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવે, અન્યથા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.








