VIDEO: સેવા કેમ્પમાં મહિલા કલાકારોના નાચગાનનો મામલો, જિલ્લા કલેક્ટરે કરી કઠોર ટકોર
અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી પૂનમ મહામેળામાં સેવા કેમ્પોમાં યોજાતા નાચગા
અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી પૂનમ મહામેળામાં સેવા કેમ્પોમાં યોજાતા નાચગાનના કાર્યક્રમોને લઈને વિવાદ સર્જાયો હતો. દાંતા ચોકડી ખાતે હારીજના સેવા કેમ્પમાં મહિલા કલાકારોના નાચગાનને કારણે ભક્તોમાં નારાજગી જોવા મળી. આ મુદ્દે જિલ્લા કલેક્ટરે સેવા કેમ્પોના પ્રતિનિધિઓને કઠોર ટકોર કરી હતી. તેમણે જણાવ્યું કે, અંબાજી મહામેળામાં આવતા ભક્તોની ભાવનાને ધ્યાને રાખી, મર્યાદિત અને સાંસ્કૃતિક ગીતોના કાર્યક્રમો યોજવા જોઈએ. આજના સત્કાર સમારોહમાં કલેક્ટરે તમામ સેવા કેમ્પોના આયોજકોને આગામી વર્ષે અશ્લીલ ગીતોને બદલે ભજન, ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો પર ધ્યાન આપવા સૂચન કર્યું.



