VIDEO: પાટણ શહેર સહિત આસપાસના ગામડાઓમાંથી વિવિધ પગપાળા સંઘોનું અંબાજી તરફ પ્રયાણ
VIDEO: ઉત્તર ગુજરાતના જાણીતા શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામે
VIDEO: ઉત્તર ગુજરાતના જાણીતા શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ ચુક્યો છે, ત્યારે પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી પગપાળા જતા સંઘો અંબાજી તરફ રવાના થયા છે. એકલા પાટણ શહેરમાંથી 10થી વધુ સંઘ અંબાજી તરફ રવાના થયા હતા. અંબાજી યાત્રાધામમાં શ્રદ્ધા ભક્તિ અને શક્તિના ત્રિવેણી સંગમ સમા સાત દિવસીય મહાકુંભ મેળાનો પ્રારંભ થયો છે.જે માટે વિવિધ પગપાળા સંઘો આદ્ય શક્તિમાં અંબાના દરબારમાં શીશ નમાવવા માતાજીની માંડવી અને ધજા લઈ રવાના થયા હતા.
પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પગપાળા યાત્રા સંઘો પ્રસ્થાન કરતા સમગ્ર માર્ગો બોલ માડી અંબે જય જય અંબે ના નાદથી ગુંજી ઉઠ્યા હતા. પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાંથી એક પછી એક પગપાળા યાત્રા સંઘો અવિરતપણે રાત્રિ સુધી પ્રસ્થાન થતા તેમને હાઈવે સુધી વળાવવા જે તે વિસ્તારના રહીશો સંઘો સાથે જોડાતા શહેરના રાજમાર્ગો ઉપર માનવ મહેરામણ ઉમટ્યુ હતું.




