Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Gold-Silver Price Today: Gold rose for 3 consecutive days, silver became cheaper, know today's new price

Gold-Silver Price Today: સોનામાં સતત 3 દિવસ તેજી, ચાંદી થઈ સસ્તી, જાણો આજનો નવો ભાવ

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Gold-Silver Price Today: સોનામાં સતત 3 દિવસ તેજી, ચાંદી થઈ સસ્તી, જાણો આજનો નવો ભાવ
સોર્સ : GSTV

Gold-Silver Price Today: વૈશ્વિક પડકારો વચ્ચે કિંમતી ધાતુમાં રોકાણ વધી રહ્યું છે. સોનું રોજ નવી ટોચે નોંધાવી રહ્યું છે. વૈશ્વિક કિંમતી ધાતુ બજારમાં તેજીના પગલે સ્થાનિક સ્તરે પણ સોનાનો ભાવ સળંગ ત્રણ દિવસથી નવી સર્વોચ્ચ ટોચ નોંધાવી રહ્યો છે. એમસીએક્સ સોનાએ પણ રૂ. 106444 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચ નોંધાવી હતી.

App Store

અમદાવાદમાં સોનું  ત્રણ દિવસમાં રૂ. 2500 મોંઘું
અમદાવાદમાં આજે સોનું વધુ રૂ. 1200 મોંઘુ થઈ નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું છે. સોનાની કિંમત આજે રૂ. 1200 ઉછળી રૂ. 10,9200 પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં સોનાની કિંમત રૂ. 2500 વધી છે. ગઈકાલે રૂ. 10800 પ્રતિ 10 ગ્રામ  અને સોમવારે રૂ. 107400 પ્રતિ 10 ગ્રામની રૅકોર્ડ સપાટીએ નોંધાયો હતો. 

ચાંદી રૅકોર્ડ સ્તરેથી 1000 રૂપિયા સસ્તી
સોના અને ચાંદીમાં મબલક તેજી જોવા મળી છે. સોના કરતાં પણ ચાંદીની રોકાણ ઉપરાંત ઔદ્યોગિક માગ વધતાં કિંમતમાં અનેકગણો વધારો નોંધાયો હતો. ગઈકાલે અમદાવાદમાં ચાંદી અત્યારસુધીની સર્વોચ્ચ સપાટી રૂ. 1,25,000 પ્રતિ કિગ્રાએ પહોંચી હતી. આ રૅકોર્ડ સ્તરેથી આજે પ્રોફિટ બુકિંગ જોવા મળતાં રૂ. 1000 સસ્તી થઈ હતી. આજે અમદાવાદમાં ચાંદીનો ભાવ રૂ. 1,24,000 પ્રતિ કિગ્રા નોંધાયો હતો.

આર્થિક-રાજકીય પડકારો વચ્ચે સેફ હેવનમાં રોકાણ વધ્યું
આર્થિક અને રાજકીય પડકારો તેમજ આ મહિને ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડો થવાની અપેક્ષા સાથે સેફ હેવનમાં રોકાણ વધ્યું છે. વૈશ્વિક સ્તરે પણ સ્પોટ ગોલ્ડ 3546.99 ડૉલરની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું હતું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓના કારણે વેપાર તણાવ સર્જાયો છે. અમેરિકામાં ફુગાવામાં વૃદ્ધિ તેમજ જીડીપી ગ્રોથમાં ઘટાડો થવાની ભીતિ વધી છે. વૈશ્વિક અને જિઓ-પોલિટિકલ ક્રાઇસિસના કારણે સોના-ચાંદીમાં રોકાણ વધ્યું છે.