Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Jane Street news: American company Jane Street takes a bath against SEBI: Appeal filed in Securities Appellate Tribunal

Jane Street news: અમેરિકી કંપની ઝેન સ્ટ્રીટે સેબી સામે બાથ ભીડીઃ સિક્યુરિટીઝ એપલેટ ટ્રિબ્યુનલમાં અપીલ દાખલ કરી

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Jane Street news: અમેરિકી કંપની ઝેન સ્ટ્રીટે સેબી સામે બાથ ભીડીઃ સિક્યુરિટીઝ એપલેટ ટ્રિબ્યુનલમાં અપીલ દાખલ કરી
સોર્સ : Google

Jane Street news: યુએસ ટ્રેડિંગ ફર્મ જેન સ્ટ્રીટે બુધવારે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સામે સિક્યુરિટીઝ એપલેટ ટ્રિબ્યુનલ એટલે કે સેટમાં દાવો દાખલ કર્યો છે. જેન સ્ટ્રીટનું કહેવું છે કે તેને માર્કેટ મેનીપ્યુલેશનના આરોપોનો બચાવ કરવા માટે જરૂરી દસ્તાવેજોની ઍક્સેસ આપવામાં આવી નથી.

App Store

રોઇટર્સ દ્વારા જોવામાં આવેલી ફાઇલિંગ અનુસાર, સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (સેટ)માં દાખલ કરાયેલા દાવામાં, કંપનીએ ટ્રિબ્યુનલ પાસેથી સેબીને આ દસ્તાવેજો શેર કરવા માટે નિર્દેશ માંગ્યો છે, જેને નિયમનકાર સેબી પોતે જ આરોપોને રદિયો આપવા માટે જરૂરી કહી રહ્યા છે. જેન સ્ટ્રીટે તેની અપીલમાં કહ્યું હતું કે, "આ દસ્તાવેજો નિઃશંકપણે પ્રાસંગિક છે."

જેન સ્ટ્રીટ સામે કયા આરોપો છે?

3 જુલાઈના રોજ જારી કરાયેલા વચગાળાના આદેશમાં, સેબીએ જેન સ્ટ્રીટ પર નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં છેડછાડ કરવાનો આરોપ મૂક્યો હતો અને તેને ભારતમાં વેપાર કરવાથી પ્રતિબંધિત કર્યો હતો. સેબીના કહેવા પ્રમાણે કંપનીએ બે તબક્કામાં રણનીતિ અપનાવી હતી. સૌપ્રથમ, તેમણે રોકડ અને ફ્યુચર્સ બજારો બંનેમાં ઇન્ડેક્સ-લિંક્ડ શેરો ખરીદીને કૃત્રિમ રીતે ઇન્ડેક્સને ઉપર ધકેલી દીધો.આ પછી, તેમણે મોટી શોર્ટ પોઝિશન રાખીને ઇન્ડેક્સ ઓપ્શન્સ પર દાવ લગાવીને પોતાની પોઝિશન ઉતારી અને ઇન્ડેક્સમાં ઘટાડાથી નફો મેળવ્યો.

જેન સ્ટ્રીટનો પક્ષ

જેન સ્ટ્રીટે સેબીના આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેની પ્રવૃત્તિઓ સામાન્ય 'ઇન્ડેક્સ આર્બિટ્રેજ'નો ભાગ હતી. આ એક ટ્રેડિંગ વ્યૂહરચના છે જેનો ઉદ્દેશ્ય વિવિધ બજારોમાં કિંમતોમાં તફાવતનો લાભ લઈને પ્રવાહિતા અને કાર્યક્ષમતા વધારવાનો છે.

આદેશના થોડા દિવસો પછી કર્મચારીઓને મોકલવામાં આવેલી આંતરિક નોંધમાં, કંપનીએ સેબીની તપાસને "મૂળભૂત રીતે ખામીયુક્ત" ગણાવી.

18 જુલાઈના રોજ જેન સ્ટ્રીટ પરનો પ્રતિબંધ હટાવાયો

18 જુલાઈના રોજ જેન સ્ટ્રીટ પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો, જ્યારે જેન સ્ટ્રીટે એસ્ક્રો એકાઉન્ટમાં 4,843 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. સેબીએ આ રકમને વિવાદાસ્પદ સોદાઓમાંથી કંપનીનો નફો ગણાવ્યો હતો.

પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હોવા છતાં, કંપનીએ હજુ સુધી ઈન્ડેક્સ ઓપ્શન્સમાં વેપાર ફરી શરૂ કર્યો નથી અને હજુ પણ ચુકાદાની કાર્યવાહીનો સામનો કરી રહી છે જે છ થી આઠ મહિના સુધી ચાલી શકે છે.

જેન સ્ટ્રીટને શરૂઆતમાં ઓર્ડરનો જવાબ આપવા માટે 21 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તે 26 જુલાઈની સમયમર્યાદા ચૂકી ગયો. બે દિવસ પછી, કંપનીએ પોતાનો બચાવ તૈયાર કરવા માટે વધારાના છ અઠવાડિયા માંગ્યા.