VIDEO/ ડાંગ કલેકટરનો નિર્ધાર: પારદર્શી ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ
ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શાલિની દુહાને જણાવ્યું છ
ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શાલિની દુહાને જણાવ્યું છે કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શિતા સાથે પૂર્ણ થાય તે માટે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. ૨૬ એપ્રિલે સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી જિલ્લામાં કુલ ૩૩૭ મતદાન મથકો પર મતદાન યોજાશે. જિલ્લામાં કુલ ૧ લાખ ૯૩ હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી નિર્વિઘ્ને પાર પડે તે માટે ૨ હજાર ૩૯ પોલીંગ સ્ટાફ અને ૭૧૭ પોલીસ સ્ટાફને તાલીમ આપવામાં આવી છે, સાથે જ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આ સાથે ૨૮ એપ્રિલે થનારી મત ગણતરી માટેની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે…






